Hisab થી સીધા સેલ, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ માટે ઈ-ઇન્વોઈસ બનાવો, મેનેજ કરો અને કેન્સલ કરો. કોઈ મેન્યુઅલ અપલોડ નહીં, કોઈ એરર નહીં, ફક્ત સરળ કમ્પ્લાયન્સ.
ક્વિક અને સરળ સેટઅપ
થોડા જ ક્લિકમાં ઈ-ઇન્વોઈસિંગ ચાલુ કરો! તમારી કંપનીની GSTIN દાખલ કરો, GSP ક્રેડેન્શિયલ જનરેટ કરો અને ફીચર ચાલુ કરો.
ઑટોમૅટિક ઈ-ઇન્વોઈસ જનરેશન
Hisab ઓળખે છે ક્યારે ઈ-ઇન્વોઈસ જરૂરી છે અને ઇન્વોઈસ બનાવતાની સાથે જ તરત જનરેટ કરે છે. IRN અને QR કોડ GST નિયમો મુજબ ઇન્વોઈસ PDFમાં આપમેળે જોડાઈ જાય છે.
સ્માર્ટ એરર ચેક
Hisab સબમિટ કરતા પહેલા મિસિંગ ફીલ્ડ (પિનકોડ, રાજ્ય), ખોટા HSN કોડ, ઇનવેલિડ અથવા કેન્સલડ GSTIN અને અન્ય ઘણા વેલિડેશન માટે એરર બતાવે છે. આ તમારો સમય અને મહેનત બચાવશે.
એક-ક્લિક કેન્સલેશન
જો 24 કલાકમાં ઇન્વોઈસ કેન્સલડ કરવું હોય, તો Hisabમાં ડિલીટ કરતા સરકારી પોર્ટલ પર સંબંધિત ઈ-ઇન્વોઈસ આપમેળે કેન્સલ થઈ જાય છે. હવે કોઈ મેન્યુઅલ દખલ અથવા એરર નહીં.
ક્રેડિટ અને ડેબિટ નોટ હેન્ડલિંગ
તમારા સેલ ઇન્વોઈસ ઉપરાંત, Hisab ક્રેડિટ અને ડેબિટ નોટ્સ માટે પણ ઈ-ઇન્વોઈસ જનરેટ કરી શકે છે.
એડિટ ન થઈ શકે તેવા ઈ-ઇન્વોઈસ
કોઈપણ સેલ ઇન્વોઈસ માટે ઈ-ઇન્વોઈસ જનરેટ થયા પછી, GST કમ્પ્લાયન્સ જાળવવા મુખ્ય વિગતો લોક થઈ જાય છે. હજુ ફેરફાર જોઈએ? ફક્ત ઇન્વોઈસ ડુપ્લિકેટ કરો, ફેરફાર કરો અને જુની ઇન્વોઈસ ડિલીટ કરો.
ઇન્ટિગ્રેટેડ ઈ-વે બિલ સપોર્ટ
એક જ ક્લિકમાં ઇન્વોઈસ માટે ઈ-ઇન્વોઈસ અને ઈ-વે બિલ બંને જનરેટ કરો. તમારો સમય અને મહેનત બચાવે છે. તમે IRN સ્ટેટસને અસર કર્યા વગર કોઈપણ સમયે ઈ-વે બિલ કેન્સલ કરી શકો છો.
ફિલ્ટરિંગ અને એક્સપોર્ટ
ઈ-ઇન્વોઈસ ધરાવતા સેલ ઇન્વોઈસને ઝડપથી ફિલ્ટર કરો, તેમને PDF (QR કોડ સાથે) તરીકે એક્સપોર્ટ કરો અથવા ઓડિટ અથવા આર્કાઇવલ હેતુ માટે એક્સેલ તરીકે એક્સપોર્ટ કરો
કોઈ પણ સમયે, ક્યાં પણ ઈ-ઇન્વોઈસિંગ
તમારા સ્માર્ટફોનથી જ કોઈપણ સમયે, ક્યાંય પણ ઈ-ઇન્વોઈસ બનાવો, ટ્રેક કરો અથવા કેન્સલ કરો. તમારા ડેસ્કથી દૂર હોવા છતાં પણ તમારા બિઝનેસને સરળતાથી ચલાવો.
,
આજે જ તમારી ઈ-ઇન્વોઈસિંગને બદલવા માટે તૈયાર છો?
14 દિવસ માટે Hisab ટ્રાય કરો અને પછી નક્કી કરો કે કયો પ્લાન તમારા બિઝનેસને અનુકૂળ છે